આજ રોજ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત બ્લડ ડોનેશન કેમ્પને સાવડી ગામના સરપંચ તથા ટંકારા તાલુકા ભાજપ સંગઠન ના સભ્યો, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.દિપક બાવરવા, તલાટી મંત્રી સાવડી અને ગામના આગેવાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં સાવડી ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. કુલ 104 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્વ. દુધીબેન અંબારામભાઈ કાલાવડીયાના સ્મરણાર્થે તેમના સુપુત્ર રમેશભાઈ અંબારામભાઈ કાલાવડીયા તરફથી રક્તદાન કરેલ તમામ રકતદાતાઓને પોત્સાહન સ્વરૂપે ઘડિયાળ આપવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, લેબ.ટેક.સેતાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ બાવરવા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ પટેલ, મેડીકલ ઓફિસર ડો.સૃષ્ટિ ભોરણીયા, લેબ.ટેક. કિરણબેન, ફાર્માસિસ્ટ જાનીભાઈ તેમજ પ્રા.આ.કેન્દ્ર સાવડીના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ.

