HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસે ગુમ થયેલા સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા સાથે મિલન...

વાંકાનેર તાલુકા પોલીસે ગુમ થયેલા સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા સાથે મિલન કરાવ્યું

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાગૃત નાગરીક દ્રારા ટેલીફોનીક જાણ કરેલ કે અગાભી પીપળીયા ગામેથી વાલીવારસ વગર સગીરવયનો બાળક મળી આવેલ છે. જે બાબતે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાળકનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરતા પોલીસ સ્ટાફે બાળકની કાલીધેલી ભાષા સમજવાનો પ્રયત્ન કરી અને બાળકને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબ જ ટુંકા સમયમાં રાજકોટ શહેર આજીડેમ લાપાસરી મામાદેવ મંદીર પાસે રહેતા અને છુટક કડીયાકામની મજુરી કરતા અનકરભાઇ પાંગલીયા મોહનીયા ઉવ.25 મુળ રહે. બલોલા તા.પારા જી.જાંબવા(એમ.પી) વાળાને શોધી ખાત્રી કરતા આ સગીરવયનો બાળક છેલ્લા દોઢેક વર્ષથી તેની સાથે રહેતો હોય જે ખાત્રી કરી સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતાને સોંપી આપેલ હતો અને પાલક માતા-પિતા તેના બાળકને શોધતા હોય અને બાળક મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો. આમ એક સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા સાથે મિલન કરાવવામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમને સફળતા મળેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW