મોરબી મહાનગરપાલિકામાં નવા ભણેલા મહેન્દ્રનગર ગામ પાસે માર્ગ મકાન વિભાગ દ્વારા ફોરલેન્ડની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરીના ભાગરૂપે મહેન્દ્રનગર ચોકડી થી રામધન આશ્રમ સુધી વરસાદી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટરન કામગીરી કરવામાં આવી રહી છે. કે આ કામગીરી દરમિયાન મહેન્દ્રનગર ગ્રામ પંચાયત દ્વારા અગાઉ ફિટ કરવામાં આવેલી ભૂગર્ભ ગટરને પણ નુકસાન થયું છે તેઓ દાવો મહેન્દ્રનગર માં રહેતા ભાજપના કાર્યકર દ્વારા કરવામાં આવ્યો છે અને આ મુદ્દે તેઓએ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. ભાજપ કાર્યકરે એવો પણ દાવો કર્યો હતો કે મહેન્દ્ર નગર ગ્રામ પંચાયત અસ્તિત્વમાં હતી ગામ લોકોની સુખાકારી ને ધ્યાને લઈ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્ર આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ન કામનું એસ્ટીમેટ થઈ ગયું હતું.અને કામ પણ શરૂ કરવા તૈયારી થઈ ગઇ હતી જોકે મનપા બન્યા બાદ આ વિકાસ કામને બ્રેક લાગી ગઈ છે જેથી આ વિસ્તારમાં વ્હેલી તકે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવે તેવી ભાજપ કાર્યકર કેતન બોપલીયા એ રજૂઆત કરી છે

