HomeGujaratમાળિયા મિયાણામાં પાયાની સુવિધાઓના પ્રશ્નોને લઈ સામાજીક કાર્યકર 24 ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ...

માળિયા મિયાણામાં પાયાની સુવિધાઓના પ્રશ્નોને લઈ સામાજીક કાર્યકર 24 ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ કરશે

માળિયા-મિયાણા શહેરને પાયાની સુવિધાઓ ન મળતી હોય. આ ઉપરાંત બસ સ્ટેશનનું નવ નિર્માણ, ધોરણ 10 બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ફરીથી શરૂ કરવું, રેફરલ હોસ્પિટલના સ્ટાફના ક્વાર્ટર જર્જરીત હોય તેને પાડી નવા બનાવવા હુકમ કરવો, શહેરની મામલતદાર કચેરીનું નવ નિર્માણ કરવું, રેલવે જંક્શન પરથી પસાર થતી તમામ ટ્રેનોનો સ્ટોપ આપવા સહિતની બાબતોને લઈને છેલ્લા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી છે. એક મહિના પહેલા પણ આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 2022માં પણ જુલ્ફીકાર યુ. સંધવાણી દ્વારા માળિયાના પ્રશ્નો બાબતે ઉપવાસ કરાયા હતા. જેતે વખતે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.

પરંતુ ત્રણ વર્ષ વીતી જવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સામાજિક કાર્યકર જુલ્ફીકાર યુ. સંધવાણી દ્વારા 24 ફેબ્રુઆરીએ રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ મામલતદાર કચેરી પાસે આમરણાંત ઉપવાસ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW