મોરબી શહેરના સામા કાંઠે આવેલા નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીક ગત તા ૪ ના રોજ સામાકાઠા સો ઓરડી રામાપીર ના મંદિર પાસે રહેતો વિજયભાઇ લાલજીભાઇ સોલકી નામનો યુવાન ડેમુ ટ્રેન હડફેટે ચઢી ગયો હતો જેને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ માં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું બનાવ અંગે પોલીસે અકસ્માત મોત અંગેની નોધ કરી તપાસ હાથ ધરી છે


