HomeGujaratબોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીને સ્થળ સુધી પહોચવા તેમજ પરીક્ષા દરમિયાન મુશ્કેલી ન થાય...

બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીને સ્થળ સુધી પહોચવા તેમજ પરીક્ષા દરમિયાન મુશ્કેલી ન થાય તેવી વ્યવસ્થા કરવા તાકીદ 

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી તા.27/2 થી શરૂ થઈ રહી છે. જેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે આ તૈયારીની સમીક્ષા માટે કલેકટર કિરણ ઝવેરીના અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની મીટીંગ યોજાઈ હતી. જેમાં કલેકટરે સમગ્ર પરીક્ષાની જરુરી તમામ પાસાઓનો રીવ્યુ કરી સમગ્ર જિલ્લામાં પારદર્શિતા સાથે વિદ્યાર્થીઓને યોગ્ય સાનુકૂળ વાતાવરણ માં ગેરરીતિ રહિત પરીક્ષા પૂર્ણ કરવા જરુરી સુચનો કરી હતી. આ ઉપરાંત એસ.ટી.વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા છાત્રોને પરીક્ષાના સમયે પરીક્ષા સ્થળો પર પહોંચવા અસુવિધા ન થાય તે રીતે સમયસર બસોના રૂટ ચાલાવવા તેમજ જરુરી પરીક્ષા કેન્દ્રો પર નવા રૂટ ફાળવવા સુચના આપી હતી. તેમજ પીજીવીસીએલ વિભાગને પરીક્ષા દરમિયાન  વીજ પુરવઠો અવિરત મળતો રહે તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી હતી.

અધિક કલેક્ટર ખાચર  દ્વારા પરીક્ષા સમય માટે જરુરી જાહેરનામા તથા તમામ કેન્દ્ પર જીલ્લાના વર્ગ 1 અને 2 ના અધિકારીઓની નિમણૂક કરી વહિવટી તંત્રની સીધી દેખરખ હેઠળ પરીક્ષાના આયોજન ની વાત રજૂ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સમગ્ર પરીક્ષામાં જરૂરી તમામ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા વિશે વાત કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા એ પરીક્ષામાં હાજર રહેનાર છાત્ર અને તેમના પરીક્ષા કેન્દ્ર સહિતની માહિતી આપતા જણાવ્યું હતું કે,  ધો.10 અને ધો.12ની પરીક્ષા મોરબી જિલ્લામાં કુલ 17 કેન્દ્રો પર 86 બિલ્ડિંગમાં કુલ 22844 વિધાર્થીઓ માટેની તમામ પુર્વ તૈયારી, પરીક્ષામાં રોકાયેલ સ્ટાફને જરૂરી તાલીમો આપવામાં આવી છે તો ધો 10ના ઝોનલ તરીકે એસ જે મેરજા અને ધો 12ના ઝોનલ તરીકે બી એલ ભાલોડિયા સંભાળશે. મિટિંગ આયોજન વ્યવસ્થા વર્ગ 2 પ્રવિણ અંબારીયા અને ભદ્ર સિંહ વાઘેલાએ સંભાળી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW