મોરબીના લાલપર અજંતા ઓરશન ઝોન ફ્લેટમાં રહેતા અશોકભાઇ દલાભાઈ રાઠોડ અને આરોપી હીતેશ દિનેશભાઇ રાવળદેવ બને એકબીજાના મિત્ર હતા. અશોકભાઈ અવાર-નવાર આરોપી હિતેશને ફોન કરતા હોય જે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં. ગત તા.- 14/02/2025ના રોજ બને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ આરોપી હિતેશે ફરીયાદીના હાથમાં રહેલ બેટ વડે ફરીયાદીને માર મારી ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અશોકભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી હિતેશ સામે ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

