HomeGujaratમોરબીના કલેકટર કચેરી નજીક આવેલ વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ, કોંગ્રેસે કમીશ્નરને લેખિત...

મોરબીના કલેકટર કચેરી નજીક આવેલ વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ, કોંગ્રેસે કમીશ્નરને લેખિત રજૂઆત કરી

મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો-ઓરડી વિસ્તારની અંદર અવાર નવાર રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત આપવા બાબતે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

આમ તો આ ત્રાસ સમગ્ર મોરબી શહેરમાં અને થોડા સમય પેલા મોરબી શહેરમાં ઢોર પકડવાની ઝુંબેસ પણ થયેલ હોય પરંતુ, આ ઝુંબેસની કોઈ અસર મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં દેખાતી ન હોય અને ખાસ સો-ઓરડી વિસ્તાર માં મજૂર વર્ગ વધારે વસવાટ કરતો હોય જેથી તેમના નાના ભૂલકા તથા મોટાભાગના વાહન બહાર શેરીમાં જ પાર્ક કરતા હોય જેથી અહીંયા જાન-માલની નુકસાની થવાના ભય વધુ હોય અને ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલ હોય જેથી હવે આવનારા સમયમાં આવા બનાવનું પુનરાવર્તન ન થાય અને કોઈ નિર્દોષ ના ભોગ ન લેવાય અને મોરબી મહાનગર પાલિકા જવાબદારી સમજી અને રખડતા ઢોરના ત્રાસ થી વેલી તકે છુટકારો અપાવે એવી કમીશ્નરને રજૂઆત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW