મોરબી નગર પાલિકાના પ્રધાન મંત્રી આવાસ યોજનામાં બનેલી ક્વાર્ટર એક અરજદારની જાણ બાહર અન્ય એક અરજદારને સોપી તેની સનદ પણ બીજાના નામે થઈ જવા અંગેની ફરિયાદ ને હજુ એક સપ્તાહ નથી થયો ત્યાં વધુ વધુ એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોરબી નગર પાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે વોર્ડ 2 માં આવતા આવતા રોહીદાસ પરા વિસ્તારમાં કલેકટરના હુકમથી ચીફ ઓફિસર દ્વારા 118 અરજદારોને રાહત દરે રહેણાંક હેતુથી પ્લોટની ફાળવણી કરી હતી. આ અરજદારો પૈકી ડાયાભાઈ વી રાઠોડ નામના અરજદારને કલેકટરના 23-2 -2018 ના આદેશથી 24 -05-18 ના રોજ ચીફ ઓફિસરે રાહત દરે 54.40 ચો મીટર જેટલો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. જેની સનદ પણ આપવામાં આવી હતી જોકે જે તે સમયે ડાયાભાઇ રાઠોડ નાદુરસ્ત તબિયતના કારણે દવાના ખર્ચમાં ફસાઈ જતા પ્લોટ પર બાંધકામ કરી શક્યા ન હતા. જોકે આ દરમિયાન નગર પાલિકા દ્વારા આ પ્લોટ પર કોઈ પણ પ્રકારની આગોતરી નોટીસ કે સુચના આપ્યા વિના આંગણવાડીના નિર્માણ માટે આ જગ્યા પર કબજો પણ લઇ લીધો અને તેના પર આંગણવાડી પણ ખડકી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. આ આટલું ઓછું હોય તેમ જે મિલકતનો છેલ્લા ત્રણ વર્ષથી આંગણવાડી ક્બ્જોએ ધરાવે છે તેના પર ડાયાભાઇ રાઠોડ પાસેથી હાઉસ ટેક્સ પણ ઉઘરાવવમાં આવતા હોવાનું પણ સામે આવતા ભારે અચરજ ફેલાયું છે. આ મુદે ડાયાભાઇએ જિલ્લા કલેકટર કિરણ ઝવેરી અને મોરબી મહાનગર પાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરે ને લેખિત રજૂઆત કરી છે,
પાલિકા દ્વારા તેની મિલકત પર કબજો કરનારનું ડીમોલેશન કરવાની કામગીરી જોર શોરથી ચાલે છે ત્યારે હવે ખાનગી માલિકી પર કબજો કરી તેમાં આંગણવાડી ખડકી દેવામાં આવી છે તેવી ગંભીર બેદરકારી સામે શું એક્શન લેવાશે તે પણ જોવાનું રહ્યું.

રહેણાંક માટે પ્લોટ ફાળવ્યો હતો કોરોના દરમિયાન અમે ગામડે રહેવા ગયા અને અહી કબજો થઇ ગયો, આ બાબતે અરજદાર ડાયાભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, 2018 માં અમને જમીન ફાળવવમ આવી હતી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અમે મકાન બનાવી શક્યા ન હતા આ દરમિયાન કોરોના આવી જતા અમે અમારા ગામડે જતા રહ્યા હતા. જે બાદ અહી પરત આવ્યા ત્યારે અહી આંગણવાડી ઉભી થઇ ગઈ હતી. હવે આ અંગે અમે તંત્રમાં રજૂઆત કરી છે કોઈ પણ પ્રકારની નોટીસ કે આગોતરી જાણ વિના અમારો પ્લોટ છીનવી લેવાયો છે તંત્ર અમને યોગ્ય ન્યાય કરે તેવી અપેક્ષા રાખી છે. ફરિયાદ મળી છે આ અંગે સબંધિત વિભાગને સુચના આપી તપાસ કરવા જણાવ્યું છે,
ગઈકાલે અરજદારોને સાંભળતી વખતે અરજદાર અમને મળવા આવ્યા હતા અને આ ફરિયાદ અમને મળી હતી. જે તે સમયે તેમને જમીન ફાળવી ત્યારે તેમને મકાન બનાવી લેવાનું હોય છે. જોકે આ અંગે સંપૂર્ણ માહિતી માટે સબંધિત વિભાગને સુચના કરી દેવાઈ છે. તેઓ તપાસ કરી અમને રીપોર્ટ આપશે તેમને જવાબ આપવામાં આવશે તેમ કમિશ્નર સ્વપ્નીલ ખરે એ જણાવ્યું હતું.

