HomeGujaratમોરબી જીલ્લામાં અપમુત્યુના બનેલ ચાર બનાવમાં મહિલા સહીત 3ના મોત

મોરબી જીલ્લામાં અપમુત્યુના બનેલ ચાર બનાવમાં મહિલા સહીત 3ના મોત

પ્રથમ બનાવમાં મોરબીના ગાળા નજીક આવેલ સોલોરેક્ષ ટાઇલ્સ નામની ફેકટરીમાં બીનુસિંગ મુનસિંગ નામનો યુવાન ગઈકાલના રોજ કારખાનામાં કામ કરતો હતો. ત્યારે કન્વેયર બેલ્ટમાં આવી જતા મોત નીપજ્યું હતું.

બીજા બનાવમાં મોરબીના જસમતગઢ ગામે પાવડીયારી કેનાલ નજીક તલાવડીમાં ડૂબી જતાં પંકજ મનસુખભાઇ પરમાર ઉ.24 રહે.જેતપર ગામ વાળાને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી છે.

આ ઉપરાંત હળવદ શહેરમાં શરણેશ્વર મહાદેવ મંદિર નજીક તળાવની પાળે નરેન્દ્રગીરી રમણિકગીરી ગોસાઈ ઉ.44 રહે.લક્ષ્મીનારાયણ ચોક નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા મોત નીપજ્યું હતું.

વાંકાનેરના પેડક રોડ ઉપર દિગ્વિજયનગરમાં રાજકોટના માલિયાસણ ગામે રહેતા મમતાબેન પ્રદીપભાઈ વઘેરા ઉ.22 નામના પરિણીતાએ પોતાના પિતા અશોકભાઈ મોહનભાઇ પરમારના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW