HomeGujaratમાળિયા પંથકમાં વધુ 50 ગાયો ગુમ કર્યાની બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

માળિયા પંથકમાં વધુ 50 ગાયો ગુમ કર્યાની બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના પીપળા ગામે રહેતા ગોપાલભાઈ સીધાભાઈ ગોલતરએ આરોપી મુસ્તાક અમીનભાઈ તથા અમીનભાઈ કરીમભાઈ લધાણી રહે. ચિખલી ગામ તા.માળિયા (મી)વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરીયાદી અને સાહેદ પાસેથી એક ગાય કિમત રૂ.- 5000 લેખે કુલ 50 ગાયની કુલ કિમત રુ.- 2,50,000ની ચરાવવાનું કહી રખેવાળ તરીકે રાખી ફરીયાદી અને સાહેદને વિશ્વાસમાં લઇ છેલ્લા દોઢ માસ પહેલાથી ફરીયાદી અને સાહેદને ગાયો બાબતે સરખો જવાબ નહી આપી ગાયો જંગલમાં જતી રહેલ છે, તેમ જણાવી ફરીયાદી અને સાહેદ પોતાની ગાયો લેવા સારૂ જતા ગાયો પરત નહી આપી વિશ્વાસધાત કરી ગાયો ગૂમ કરી દિધી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW