મોરબીમાં છત ભરતી વખતે ઉંચાઈએથી નીચે પડી જતા શ્રમિકનું મોત
મોરબીના સિરામિક સીટી પાછળ આવેલ ઉમિયાનગર વિસ્તારમાં ગત તા.24/12/2024ના રોજ નવા બની રહેલા મકાનની છત ભરતી વખતે ઉંચાઈ ઉપરથી નીચે પડી જતા એમપીના વતની પપ્પુભાઈ બહાદુરભાઈ ભુરિયા નામના યુવાનને સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવતા તા.29ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બાદ મૃતકને વતન જાબુઆ લઈ જવામાં આવતા જાબુઆ પોલીસે મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા સીટી બી-ડિવિઝન પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબીના નીચી માંડલ ગામે કેનાલમાં ડૂબી જતાં કિશોરનું મોત નીપજ્યું
મોરબીના નીચી માંડલ ગામે આવેલ શ્યામા કંપની પાસે નર્મદા કેનાલ નજીક કુદરતી હાજતે ગયેલા સુભાષ પ્રભુભાઈ નિનામા ઉ.15 નામના કિશોરનો પગ લપસી જતા કેનાલમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

