મોરબી-કંડલા બાયપાસ ઉપર નવલખી ફાટકથી વાવડી ચોકડી તરફ જતા રસ્તા ઉપર મોઘરની વાડી પાસે રસ્તો ઓળંગી રહેલા જયાબેન વસરામભાઈ નકુમ ઉ.70 રહે.દેવલીલા સોસાયટી, દલવાડી સર્કલ, મોરબીવાળાને GJ-12-DD-7658 નંબરના બાઈક ચાલક કલ્પેશ આહીરે પુરઝડપે અને બેદકારીપૂર્વક બાઈક ચલાવી જયાબેનને હડફેટે લઈ ઈજાઓ પહોચી હતી. આ મામલે જયાબેને મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં તે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

