માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં રહેતા અને પશુપાલન કરતા જલાભાઇ ઉર્ફે જીલાભાઇ ભાલુભાઇ શીયારે તેની માલિકીની 20 ગાય અને બળદેવભાઇ મેવાડાએ તેની માલિકી ની 30 ગાય ચીખલી ગામના મુસ્તાકભાઇ આમીનભાઇ લધાણી તેના પિતા આમીનભાઇ કરીમભાઇ લધાણી નામના શખ્સ ગાયો ચરાવવા લઇ ગયા હતા જોકે બાદમાં આરોપીઓ જલાભાઇની 3 ગાયો અને બળદેવભાઇની ગાયો ૧૧ નાની મોટી ગાય એમ કુલ 14 જેટલી અંદાજીત 85 હજારની કિમતની ગાયો પરત નહી આપી બન્ને આરોપીઓએ છેતર પીંડી કરી હતી બનાવ અંગે માળિયા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેના આધારે પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

