મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા 5મી જાન્યુઆરી 2025 ના રોજ 15 મો કર્મચારી સ્નેહ મિલન સમારોહ માતૃશ્રી રામબાઈમાં ધામ વવાણીયા ખાતે યોજાયો હતો.
જેમાં મોરબી જિલ્લામાં વસતા તમામ આહીર કર્મચારીઓ પરિવાર સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં કે.જી.થી માંડીને ધોરણ 10 સુધીના તમામ બાળકો માટે વિવિધ દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમતમાં ભાગ લીધેલા તમામ બાળકોને મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ તેમજ માતૃશ્રી રામબાઈ માં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ દ્વારિકા ખાતે મહાબાળ સંમેલનમાં મોરબી જિલ્લામાંથી ભાગ લીધેલા તમામ બાળકોને મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ તેમજ માતૃશ્રી રામબાઈ માં મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

માતૃશ્રી રામબાઈમાંની જગ્યાના સંત પ્રભુદાસ બાપુ તેમજ માતૃશ્રીરામબાઈ મા ની જગ્યાના પ્રમુખ જશુભાઈ હરિભાઈ રાઠોડ તથા મોરબી તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર તથા PGVCL ડેપ્યુટી એન્જિનિયર નરસંગભાઈ હુંબલ તથા માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલ તથા મોરબી તાલુકા કેળવણી નિરીક્ષક અશ્વિનભાઈ રાઠોડ વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તેમજ મંત્રી મયુરભાઈ ગજીયા સાથે સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચંદુભાઈ ઉગા ભાઈ હુંબલ, જીવણભાઈ સાધાભાઈ ડાંગર, અરવિંદભાઈ રવાભાઈ બોરીચા, નારણભાઈ સવજીભાઈ બાલસરા, ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા, ધીરુભાઈ બચુભાઈ મિયાત્રા, ભવાનભાઈ બીજલભાઇ બરારીયા, ભગવાનજીભાઈ આઈદાનભાઈ કુંભારવાડીયા, ભાનુભાઈ પોલાભાઈ બાલસરા, વિજયભાઈ પોલાભાઈ કાનગઢ, વિજયભાઈ લખમણભાઈ હુંબલ, રમેશભાઈ ગોવિંદભાઈ હુંબલ, મયુરભાઈ મોહનભાઈ ગજીયા, અજયભાઈ મેરામભાઇ ડાંગર, પરેશભાઈ ભલુભાઈ મિયાત્રા, અમિતભાઈ મૂળુભાઈ ખાંભરા દ્વારા આર્થિક યોગદાન આપ્યું હતું. તમામ દાતાઓને મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા માતૃશ્રી રામબાઈ માંની જગ્યામાં 85 હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું. મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના સહમંત્રી એવા રમેશભાઈ છૈયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તેમજ આ મંડળના સહમંત્રી એવા રાજેશભાઈ મંઢ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન કરવામાં આવ્યું હતું.

