મોરબી તાલુકામા દિન પ્રતિદિન વધી રહેલા ખનીજચોરીને ડામવા ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી અલગ અલગ સ્થળોએ ખનીજ ચોરી કરતા તત્વોને પકડી તેને દંડ ફટકારવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે ખાણ ખનીજ અધિકારી જે.એસ. વાઢેર, ભુસ્તરશાસ્ત્રીએ આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની સુચના આપતા કચેરીની ક્ષેત્રીય ટીમનાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ જી મહેશ્વરી દ્વારા મોરબી તાલુકામાં રાપર ગામ નજીક નદીના પટ્ટ પાસે ખાનગી વાહનમાં આક્સ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત વહન કરતા નંબર વગરનું એક ડમ્પર મળી આવ્યું હતું જેના એન્જીન ચેસીસ નંબર તપાસ કરતા MAT7701N3P34138 નંબર હોય અને તેના માલીક સાગરભાઈ માલા હોવાનું સામે આવતા આ ટ્રક જપ્ત કર્યો હતો આ ઉપરાંત માળિયા રોડ પર રાત્રીનાં સમયે ચેકિંગ કરતાં નં GJ-12-BT-5689 ને સફેદ માટી ખનીજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું ખાણ ખનીજ ટીમે બન્ને ટ્રક ના ડ્રાઈવર ને દંડનો મેમો ફટકારી બન્ને ડમ્પર ને સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકી આગળ ની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

