HomeGujaratમોરબીના રંગપર ગામે તાપણામાં થૂંકવાની ના પાડતા હોટલ સંચાલક ઉપર ચાર શખ્સો...

મોરબીના રંગપર ગામે તાપણામાં થૂંકવાની ના પાડતા હોટલ સંચાલક ઉપર ચાર શખ્સો વડે હુમલો

મોરબીના ચકમપર ગામે રહેતા અને રંગપર ગામની સીમમાં હોટલનો ધંધો કરતા કાનજીભાઇ ઉર્ફે કાનાભાઇ લખમણભાઇ ગમારાએ આરોપી ભુપેન્દ્ર જયસુખ વાઘેલા તથા અન્ય ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, આરોપીઓ કાળા કલરનું એક્ટીવા અને એક બાઈક લઇ ફરીયાદીની હોટલે આવી નાસ્તો કરીને ચા ના ઓટા પાસે આવેલ તાપણા પાસે બેસીને થુંકતા હોય જેથી ફરીયાદીએ આ ચારેય આરોપીઓને થુંકવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર મારી આરોપી ભુપેન્દ્ર વાઘેલાએ છરી બતાવી અજાણ્યા આરોપીએ ફરીયાદીને માર મારી ઇજા કરી ચારેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સાહેદ દીલીપભાઇ ત્રીભોવનભાઇ કાચરોલા ફરીયાદીને છોડાવવા જતા ચારેય આરોપીઓએ સાહેદને મુંઢ માર મારી ઈજાઓ કરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW