HomeGujaratમોરબીના ગાંધીબાગને ગંદગીના નરકમાંથી બહાર કાઢી સફાઈ કરાવવા RGPRSની માગ

મોરબીના ગાંધીબાગને ગંદગીના નરકમાંથી બહાર કાઢી સફાઈ કરાવવા RGPRSની માગ

મોરબીમાં ગાંધીબાગ નામે એક જ જગ્યા આવેલ છે. જ્યાં હાલમાં બાગ બગીચો તો રેવા પામેલ નથી. જ્યાં વાહનોનું પાર્કિગ બનાવી દેવા આવેલ છે, પરંતુ બદનસીબીએ કે આ બાગમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલ છે. અને આ બાગમાં આજના દિવસોમાં ગંદકી નું સામ્રાજ્ય ફેલાયેલું છે. જે મહાત્મા ગાંધીજી સ્વચ્છતા ના આગ્રહી હતા. વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા મિશનમાં પણ ગાંધીજીના ચશ્માં તથા ફોટાનો ઉપયોગ કરવામાં આવેલ છે. તે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે મોરબીમાં ગંદગીનું સમાન્ય ખુબ જ શરમ જનક બાબત છે.

હાલ માં મોરબી નગર પાલિકામાં વહીવટદારનું શાસન છે અને હવે કોર્પોરેશન બનેલ છે. નજીકના સમયમાં ચુંટણીઓ ના આવવાની હોય પણ સ્વચ્છતો કાયમી જરૂરી જ હોય છે અને ગાંધીજીની પ્રતિમા પાસે જ તો આ બાબતે ડીપાર્ટમેન્ટને યોગ્ય આદેશો આપી સફાઈ કરવા RGPRSની માંગ છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો, ત્યાં ના છુટકે RGPRS દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો આપવાની ફરજ પડશે અને આમાં સ્થાનિક લોકોને સાથે રાખવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW