વાંકાનેર પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રાતી દેવડી ગામે દરોડા પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણભાઇ બાબુભાઇ દંતેસરીયા, મહેશભાઇ રવજીભાઇ સનોરા, ખીમજીભાઇ ભવાનભાઇ વોરા, મેઘાભાઇ વિરમભાઇ મુંધવા, જગદીશભાઇ નરશીભાઇ જાદવ અને રણછોડભાઇ બાબુભાઇ દંતેસરીયા નામના છ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 10,700નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. વાંકાનેર સીટી પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

