HomeGujaratપાટીદાર યુવા સેવા સંઘની મિટીંગમાં ઓનલાઈન ગેમિંગ, સટ્ટા પ્રતિબંધ મુકવા સરકારમાં માગ

પાટીદાર યુવા સેવા સંઘની મિટીંગમાં ઓનલાઈન ગેમિંગ, સટ્ટા પ્રતિબંધ મુકવા સરકારમાં માગ

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરો અને જમીન માફિયાઓનો ત્રાસ વધ્યો છે અવાર નવાર યુવાનોને એન કેન રીતે વ્યાજના વિષ ચક્રમાં ફસાવી તેની જમીનો મિલકતો અને રોકડા રૂપિયા પડાવી લેવાના કારસ્તાન ચાલી રહ્યા છે. જેના વિરુદ્ધમાં પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી હતી જેમાં પાટીદાર યુવાનોને વ્યાજખોરો દ્વારા જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા તેને આ વિષ ચક્રમાંથી ઉગારવાનું બીડું ઝડપ્યુ હતું આ મુદે અગાઉ પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા મનોજ પનારાની આગેવાનીમાં કલેકટર કચેરી સુધી વિશાળ રેલી કાઢી હથીયાર લાયસન્સ માગતા ભારે ઓહાપોહ સર્જાયો હતો અને કામગીરી કરવા દોડતું થયું હતું

ત્યારે ગઈ કાલે ફરી એકવાર પાટીદાર યુવા સેવા સંઘની વધુ એક મીટીંગ મળી હતી જેમાં પાટીદાર આગેવાન મનોજ પનારા એ દાવો કર્યો હતો કે વ્યાજખોરોના વિષ ચક્રમાં ફસાઈ પાટીદાર યુવાનોએ 5000 કરોડથી વધુની મિલકત ગુમાવી હતી જો આમ જ ચાલે તો પાટીદાર યુવાનોની સ્થિતિ જોઈ દુખ થાય છે હું જે સમાજમાં જન્મ્યો હોય તેના યુવાનો દુઃખી હોય અને હું રાજકીય ગાણું ગાવ તો હું મનોજ પનારા ન કહેવાય. સમાજને મારી જરૂર છે એટલે હું રાજકારણ મૂકી સમાજની લડાઈ માટે આવ્યો છું


સંગઠન બન્યાને દોઢ મહિનામાં જે જે લડત ચલાવી તેનાથી વ્યાજખોરો પાટીદાર યુવાન પાસેથી જે કરોડો રૂપિયા માંગતા હતા તે માફ થઇ ગયા છે આ લડાઈ માં પોલીસનો પણ સહકાર મળ્યો હતો જોકે પોલીસની કામગીરીની ગતિ ખુબ ધીમી છે અમારી આ લડાઈ શરુ થયા બાદ કેટલાક પાટીદાર યુવાનો વ્યાજ ખોરીનો વ્યવસાય કરતા હતા તે પણ બંધ કરી દીધા છે

બેઠક બાદ ઠરાવ પણ કરવામાં આવ્યો હતો જેમાં યુવાનોને વ્યાજના વિષ ચક્રમાં ફસાવવા માટે જવાબદાર છે તેવા ઓનલાઈન ગેમિંગ કે સટ્ટો સહિતની પ્રવૃત્તિ પર રોક લગાવવા માગણી કરવામાં આવશે પાટીદાર કન્યા છાત્રાલયમાં જયારે છાત્રાઓ છૂટે ત્યારે લુખ્ખા તત્વો ત્યાં આંટાફેરા કરતા રહે છે જેથી ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારે, પાટીદાર યુવાન સામે થતી ફરિયાદમાં પહેલા પોલીસ તપાસ કરે બાદમાં એફ આઈ આર નોધે જો માત્ર રૂપિયા પડાવવાના આદેશથી આ ફરિયાદ હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW