HomeGujaratમોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

રઘુવંશી યુવક મંડળ દ્વારા તા. 31 ડીસેમ્બરથી 06 જાન્યુઆરી સુધી દ્વિતીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

રઘુવંશી યુવક મંડળ આયોજિત આ કથામાં દરરોજ સવારે 09:30 થી 12:30 અને બપોરે 03:30 થી સાંજે 06:30 સુધી કથાકાર નરેશભાઈ રાજ્યગુરુ વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. જેમાં 31 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે જલારામ પ્રાર્થના મંદિરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા નીકળશે. કથા દરમિયાન દરરોજ પાવનકારી પ્રસંગો યોજાશે. 1 ડિસેમ્બરના રોજ રાત્રે 09:30 કલાકે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાશે. જેમાં નિધિબેન ધોળકીયા- ગ્રુપ ઉપસ્થિત રહેશે. 2 ડિસેમ્બરના રોજ રાત્રે 09:30 કલાકે હરેશભાઈ રાજ્યગુરુના મધુર સ્વરે રાસની રમઝટ બોલશે. 4 ડિસેમ્બરને શનિવારે રાત્રે 09:30 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાગાર સાગરદાન ગઢવી ઉપસ્થિત રહેશે. 6 જાન્યુઆરીના રોજ સવારે 10:30 થી 12:00 વાગ્યા સુધી દાતાઓ તથા મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાશે. 6 જાન્યુઆરીના રોજ સાંજે 06:30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. કથા દરમિયાન ભોજન પ્રસાદની વ્યવસ્થા રવાપર રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભુવન મુકામે કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW