HomeGujaratમોરબીના ટીંબડી ગામ નજીક દારૂની હેરાફેરી કરનાર મહિલા સહીત એકની ધરપકડ, એક...

મોરબીના ટીંબડી ગામ નજીક દારૂની હેરાફેરી કરનાર મહિલા સહીત એકની ધરપકડ, એક ફરાર

મોરબીના ટીંબડી ગામની સીમ નજીક પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળીયા (મિં) થી મોરબી હાઇવે ઉપર પાટીદાર ટાઉનશીપ સામે GJ-12-AN-5691 નંબરની ઈનોવા કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂની હેરાફેરી કરનાર આરોપી ઇસ્લામુદ્દીન અબ્બાસભાઇ જામ અને સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા નામના બંને શખ્સોને પોલીસે પકડી લીધા હતા. તે સ્થળેથી 110 દેશી બુંગીયા અને 500 લીટર દેશી દારૂનો જથ્થો અને કાર સહીત કુલ રૂ. 4,00,000નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. બંને શખ્સોને પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો મુસ્તકભાઇ જામ પાસેથી મેળવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW