HomeGujaratમોરબીના રામધન આશ્રમ મુકામે ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું

મોરબીના રામધન આશ્રમ મુકામે ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું

મોરબી: જય માતાજી ગુરુરૂપા સેવા સમિતિ દ્વારા 24 ડિસેમ્બરને મંગળવારથી ૩૭ ડિસેમ્બરને સોમવાર સુધી સવારે 9 થી 11 અને બપોરે 2 થી 5 કલાક સુધી મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કથાના વક્તા બાળ વિદુષી સંત રહેશ્વરી દેવી (રતનબેન) વ્યાસપીઠ પર બિરાજીને કથાનું રસપાન કરાવશે. જેમાં રામદેવજી મહારાજની પાવન કથા અને ઇતિણસની અંદર સોનાના અક્ષરે કંડરાયેલા મન અવતારી પુરુષો જતી, સતી, સંતો, ભક્તો અને સુરવીરોના પાવન ચાસ્ત્યિનું રસપાન મધુર અને સુરેલા કંઠથી કરાવશે. આ પ્રસંગે સંતો, મહંતો, રાજકીય આગેવાનો, જ્ઞાતિના આગેવાનો તેમજ ઠેર ઠેરથી ભક્તો પધારશે. તારીખ 24 ડિસેમ્બરને મંગળવારે બપોરે 11 કલાકે મહેન્દ્રનગરના રામજી મંદિરેથી રામધન આશ્રમ સુધી પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પ્રથમ વખત રામધન આશ્રમ ખાતે ચાર જુગનો પાઠ ભજન અને ભોજન સાથે તારીખ 26 ડિસેમ્બરને ગુરુવારે સવારથી શુક્રવારે સવારે 7 વાગ્યા સુધી યોજાશે. તો આ કથામાં પધારવા સર્વેને આમંત્રણ પાઠવાયું આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW