મોરબીના માળીયા તાલુકાના કુંતાશી ગામે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં ગામે આવેલ રામજી મંદિર પાસે આરોપી ભરતભાઈ બીહારીદાસ રામાનુજ પોતાના રહેણાંક મકાનની ડેલીમા કોઇપણ પ્રકારની ડીગ્રી કે સરકાર માન્ય લાયસન્સ વગર બીમાર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર કરતા તથા માણસોની જીંદગી સાથે ચેડા તથા આરોગ્ય અને શારીરીક સલામતી જોખમાય તેવુ બેદરકારી ભર્યુ બે ફામ કૃત્ય કરી અલગ-અલગ કંપનીની એલોપેથીક દવાનો જથ્થો તથા સારવાર કરવાના સાધનો રાખી કુલ કી.રૂ.-1867ના મુદામાલ સાથે મળી પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

