HomeGujaratમોરબીની ખાનગી ટ્યુશન કલાસીસ સંચાલકે સગીર છાત્રા સાથે જાતીય સતામણી કર્યાની રાવ

મોરબીની ખાનગી ટ્યુશન કલાસીસ સંચાલકે સગીર છાત્રા સાથે જાતીય સતામણી કર્યાની રાવ

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ઓરીએન્ટલ કલાસીસ ચલાવતા રવીન્દ્ર ત્રિવેદી નામના ખાનગી ટ્યુશન સંચાલક સામે તેની કલાસીસમાં અભ્યાસ કરવા આવતી સગીર વયની છાત્રા સાથે જાતીય સતામણી કરી હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા ચકચાર મચી જવા પામી હતી.સગીર ના પરિવારજનોએ નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ટ્યુશન સંચાલકને આ સગીરાના પરિવાર દ્વારા હુમલો કરી ઈજા પહોચાડવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ગુરુ શિષ્યના સંબંધને લોકો આદર ભાવથી જોતા હોય છે કોઈ પણ ઉચ્ચ દરજ્જે પહોચેલ શિષ્ય તેના ગુરુ પાસે હંમેશા નમતો રહે છે જોકે મોરબીમાં આ ઘટનાને પગલે ગુરુ શિષ્યના સંબંધ ને પણ શંકાની નજરે જોવાય તેવી સ્થિતિ બની છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW