મોરબીના ત્રાજપર પાસે આવેલ અનંત સોસાયટીમાં રહેતા બાબુભાઇ બીજલભાઇ મગવાનીયા ગત તા.-27/11/2024 ના રોજ GJ-03-KN-0859 નંબરનું એકટીવા લઇ મોરબીથી હળવદ જઈ રહ્યા હતા. જે દરમિયાન ગામ સરકારી દવાખાના સામે પહોચતા GJ-36-K-4680 નંબર ટ્રક ચાલકે તેનું ટ્રક ડમ્પર પુરઝડપે અને ગફલતભરી ચલાવી ફરીયાદીના એકટીવાને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે ફરીયાદીને ડાબા પગમા ઢીચણના નીચેના ભાગે ફેકચર કરી તથા જમણા પગમા ઇજા પહોચાડી હતી. આ મામલે બાબુભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

