મોરબીના પીપળી ગામે રહેતા અને મૂળ પંચમહાલ જિલ્લાના વતની દિલીપભાઈ રતીલાલભાઈ મુનિયા ઉ.28 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.27 ઓક્ટોબર 2024ના રોજ વહેલી સવારે તેઓ તેમના પતી ઉષાબેન સાથે ટ્રેક્ટરમાં ટાઇલ્સ ભરવા જતા હતા. તે સમયે મકનસર ગામ પાસે RJ-19-GJ-5828 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે ટ્રેક્ટરની ટ્રોલીને પાછળથી ઠોકર મારતા પોતાને તેમજ ટ્રેક્ટરમાં પંખા ઉપર બેઠેલા તેમના પત્નીને ઉષાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી, રાજકોટ અને ત્યાંથી અમદાવાદ સારવારમાં ખસેડયા બાદ ઉષાબેનને વતનના લઈ જતા તા.5 ડિસેમ્બરના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

