મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગાંધીબાગ અને તખતસિંહજી રોડ પરથી અલગ-અલગ સાત જેટલા બાઇકની ચોરી થવાની ફરિયાદ મળી હતી. જેના આધારે એ-ડિવિઝન પોલીસના પીઆઇ એચ એ જાડેજા અને ટીમ દ્વારા ના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ની મદદથી બાઇક ચોરની શોધખોળ હાથ ધરી હતી.
જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, બાઈક ચોરી થયેલી શંકાસ્પદ વ્યક્તિ નવલખી ફાટક પાસે હોય આ વાતને આધારે એ-ડવિઝન પોલીસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થયેલી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઇકને રૂપી તપાસ કરતા તેના કાગડો ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે પોકેટ કોક એપ્લિકેશનને મદદથી તપાસ કરતા બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે બાઈક ચાલક વિમલ રમણીક મેઘનાથી નામના મૂળ ધોરાજી તાલુકાના નાની વાવડી ગામનો વતની અને હાલ મોરબીમાં નીલકંઠ સોસાયટીમાં રહેતા શખ્સની અટકાયત કરી હતી અને તેની પૂછપરત કરતા આરોપી દ્વારા અલગ-અલગ સ્થળે થી કુલ સાત બાઇકની ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે તમામ ચોરાઉ બાઈક કબ્જે કરી હતી અને આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

