HomeGujaratટંકારાના નેસડા ગામે જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ફરાર

ટંકારાના નેસડા ગામે જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ફરાર

ટંકારાના નેસડા ગામની સીમમાં બાતમીના આધારે એલસીબી ટીમે ગામની સીમમાં જવાના કાચા માર્ગ પાસે જાહેરમાં જુગાર રમતા નારણભાઇ પ્રાગજીભાઇ ભાડજા, ઓધવજીભાઇ માધવજીભાઇ જીવાણી અને પ્રવિણભારતી નારણભારતી ગોસ્વામી નામના ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા, જ્યારે રેડ દરમિયાન ઇબ્રાહીમભાઇ ગુલામભાઇ સંધી, મુકેશભાઇ ધીરૂભાઇ કોળી અને શૈલેષભાઇ સવજીભાઇ ઘોડાસરા એમ ત્રણ શખ્સો ઘટના સ્થળેથી નાશી ગયા હતા. તે સ્થળેથી કુલ રૂ.- 37,500નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. ટંકારા પોલીસે તે છ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW