હળવી ઠંડીના કારણે સુસ્ત લાગતી ગરમ કપડાની બજારમાં ખરીદી દેખાઈ 1 થી 1.5 કરોડના ગરમ કપડાનું વેચાણનો અંદાજ,
ઉત્તર પૂર્વી ભારતમાં છેલ્લા સપ્તાહ દરમિયાન થયેલા હિમ વર્ષાની અસર દેશના મેદાની પ્રદેશ તેમજ દરિયાઈ કાંઠાના રાજ્યો સુધી ફુંકાઈ રહ્યા છે. જેના કારણે હાલ હળવી ઠંડીનો અહેસાસ કરાવતા મોરબી વાસીઓને કડકડતી ઠંડીનો અહેસાસ કરવી રહ્યા છે. મોરબી જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસમાં તાપમાનનો લઘુતમ પારો 12 ડીગ્રી સુધી ગગડી જતા કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું હોય તેવી સ્થિતિ બની છે.
આ ઉપરાંત દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાના કારણે ઠંડી યથાવત રહેતા આખો દિવસ ગરમ કપડા પહેરીને બેસવું પડે તેવું હવામાન હાલ થઈ ગયું છે. મોરબીમાં છેલ્લા સોમવારે અને મંગળવારે દરમિયાન લઘુતમ તાપમાન 12 ડીગ્રી વચ્ચે જયારે મહત્તમ તાપમાન 26 ડીગ્રી વચ્ચે નોધાયો હતું. ચાલુ વર્ષે નવેમ્બર મહિનો પૂર્ણ થયા બાદ પણ ઠંડીનું જોર ખુબ ઓછું હતું. આ સમય દરમિયાન બપોરના સમયે રીતસર ગરમીનો અહેસાસ થતો હતો. જોકે હવે ઠંડીએ પોતાનું રંગ દેખાડતા લોકોને અસલી શિયાળાનો અનુભવ થવા લાગ્યો છે.
હવામાન વિભાગ દ્વારા 5 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 12-13 ડીગ્રી વચ્ચે અને ત્યાર બાદ તેનાથી પણ નીચે જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે આવનાર બે સપ્તાહ દરમિયાન લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થશે તેવી સંભાવના સેવાઈ રહી છે. ઠંડીનું જોર વધતા ભર શિયાળે પણ સુસ્ત લાગતી ગરમ કપડાની માર્કેટમાં ફરી ગરમી આવી છે. શહેરના મુખ્ય બજારમાં આવેલી દુકાનો, મુખ્ય માર્ગો પર હંગામી સ્ટોલ નાખીને બેસતા વેપારીઓ તેમજ શિયાળા દરમિયાન આવતી તિબેટીયન માર્કેટમાં ગરમી જોવા મળી છે. લોકો ઠંડીથી બચવા સ્વેટર મફલર, મોજા સહિત ની ખરીદી વધી છે. હાલ આગામી દિવસમાં ઠંડીનું જોર વધતા ખરીદી નું પ્રમાણ વધ્યું છે. આગામી દિવસમાં એક થી સવા કરોડનું માર્કેટ છે,
૪૪ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ, મોરબી જિલ્લામાં શિયાળા દરમિયાન રવી પાકનું મોટા પાયે વાવેતર થાય છે. ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં ચણા ઘઉં જીરું સહિતના અલગ અલગ પાકનું વાવેતર થયું છે. અત્યાર સુધીમાં 44 હજાર જેટલું વાવેતર પૂર્ણ થયું છે, પાક મુજબ જોઈએ તો સૌથી વધુ 20 હજાર હેકટરમાં જીરુંનું, 7800 હેક્ટર ઘઉં, 8100 હેક્ટર ચણા, 1300 હેકટરમાં રાઈ, 1400 હેકટરમાં લસણ સહિતના કુલ 44000 હેકટરમાં વાવેતરમાં કામગીરી પૂર્ણ થઇ ગયા છે વધુ વાવેતર કર્યું છે.

