મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની ફરિયાદ વચ્ચે જિલ્લામાં SMC દ્વારા એક જ દિવસમાં બે દરોડા તેમજ ટંકારા પોલીસ મથકમાં થયેલા જુગારની ગેરરીતીને પગલે પી આઈ અને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરતા જીલ્લા પોલીસની છાપ ખરડાઈ હતી જીલ્લા પોલીસ વડા જાણે મુક પ્રેક્ષક બની તમાશો જોતા હોય તેવી હાલત બની હતી. પોલીસની કામગીરી પર ઉઠેલા સવાલોને કારણે ઉચ્ચ કક્ષાએથી પણ જાણે દબાણ વધ્યું હોય તેમ ગઈ કાલે એસપી એ એક સાથે 208 પોલીસ કર્મીઓની આંતરિક બદલી ના ઓર્ડર કરી દેવાયા છે આ બદલીમાં 25 AASI અને ASI તેમજ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ એલ આરડી જવાન સહિતનાની બદલી કરવામાં આવી છે
મોરબી જિલ્લાની એલસીબી અને એસઓજીની કામગીરી પર પણ સવાલોના ઘેરામાં છે અને તેમાં સામુહિક બદલીની જરૂર હોય તેમ છતાં એસપીએ બન્ને વિભાગના માત્ર ૩-૩ કર્મીઓની જ બદલી કરતા તર્ક વિતર્ક સર્જાયા છે

