હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે રેડ મારતા સોનીવાડ ખોડીયાર માતાજીના મઢ પાસે આવેલ ખુલ્લા પટમાં જુગાર રમતા સુભાષભાઈ કનૈયાભાઈ જોષી, કેશુભાઈ રણછોડભાઇ પ્રજાપતિ, ચન્દ્રકાંતભાઈ જદુરામભાઈ સાધુ, ભરતભાઈ શાંતિભાઈ મહેતા, જયંતીભાઈ ત્રિભુવનભાઈ રાઠોડ અને નરેન્દ્રભાઈ ગીરધરલાલ ત્રિવેદી નામના 6 શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 13,400નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.

