છેલ્લા ઘણા સમયથી આ મોરબી પોલીસ પોતાની કામગીરીની દાવા કરી રહી છે ખુદ રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ પણ મોરબી પોલીસની વાહ-વાહી કરીને બિરદાવી રહ્યા હતા. પરંતુ મોરબીમાં દારૂ જુગાર ધાક ધમકી મારામારી હત્યા વ્યાજખોરી જમીન કબજા સહિતના બનાવો સતત વધી રહ્યા છે. ખુદ રાજ્યના ડીજીપી આ મામલે કડક થઈને કાર્યવાહી હાથ ધરી રહ્યા છે ત્યારે મોરબીમાં એક પછી એક દરોડાની કામગીરી ખુદ ડીજીપી માર્ગદર્શન હેઠળ એસએમસી કરી રહી છે અને મોરબી પોલીસ સતત ઊંઘતી ઝડપાઈ રહી છે
ગઈકાલે પેટકોક પર એસએમસી એ દરોડા પાડીને મોટા પ્રમાણમાં કોલસાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું જેમાં ભાજપના નેતા નો પુત્ર પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કહી શકાય કે આજરોજ ફરી એક વખત SMCએ નવલખી રોડ પર રહેણાક મકાનમાં દરોડા પાડી અને દારૂના મોટો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલા શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુંપાવેલાં હોવાની બાતમી આધારે SMC એ દરોડા પાડી મયુરસિંહ ઘનુભા ઝાલાના મકાનમાંથી ઇંગ્લિશ દારૂની 84 બોટલ એક મોબાઈલ સહિત 58,884 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
જોકે મોરબી પોલીસની જે રીતે વાહ વાહી થઈ રહી છે તે ખોટી રીતે થતી હોય તે પ્રકારે ખુદ રાજ્યના ડીજીપી કડક હાથે કામગીરી ધરી છે અને તેમના માર્ગદર્શન હેઠળ એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય તેમજ ડીવાયએસપી કે.ટી.કામરિયાને કામે લગાડી અને એક પછી એક દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ મોરબીમાં થોડા દિવસ પહેલા જે રીતે ટંકારા પોલીસે જુગાર ધામ પકડ્યું હતું તેમાં પણ ગેરરીતી ની તપાસ ખુદ એસએમસી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યના ડીજીપી દ્વારા ટંકારા તત્કાલીન પીઆઇ તેમજ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે સૌથી મોટા પર્શ્ન અહીં જોવા મળી રહ્યા છે ક્યાં આધારે ઉચ્ચ અધિકારી જિલ્લા પોલીસની કામગીરીની વાહ વાહી લૂંટી રહ્યા છે
મોરબી ના ગાળા ગામ પાસેથી એસ એમ સી એ ઝડપી પાળેલા મસમોટા પેટકોક ચોરી અને ગેર કાયદે વેચાણનું કૌભાંડ આજકાલનું નહીં પણ ખુબ લાંબા સમયથી ચાલતું હોવા છતાં આજદિન સુધી જિલ્લા પોલીસને કેમ જાણ ન થઇ જિલ્લાના ખૂણે ખૂણા પર વોચ રાખવાના દાવા કરતા એલસીબી એસઓજીના અધિકારીઓ શું આટલા મોટા કૌભાંડ બાબતે કશું જાણતા ન હતા કે પછી ભાજપ આગેવાનના પુત્રનું હોવાથી આંખ આડા કાન કરવામાં આવ્યા તેવા સવાલ ઉઠ્યા છે સમગ્ર કૌભાંડમાં આગામી દિવસોમાં મોટું સત્ય સામે આવે અને ડીજીપી લેવલથી આકરા પગલાં લેવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

