HomeGujaratખેલ મહાકુંભ 3 ભાગ લેવા માંગતા ખેલાડીઓ 5 થી ઓનલાઈન રજીસ્ટ્રેશન...

ખેલ મહાકુંભ 3 ભાગ લેવા માંગતા ખેલાડીઓ 5 થી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાત દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે ખેલમહાકુંભ 3.0 નું યોજવા તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે અને  જેમાં શાળા/ ગ્રામ્ય, તાલુકા/ ઝોન કક્ષા, જિલ્લા/ મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા(ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા પણ આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શાળા કક્ષાએ અંડર-૯, અંડર -૧૧, અંડર -૧૪ અને અંડર -૧૭ ની વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે .

   ખેલ મહાકુંભ 3.0 નું ઓનલાઈન રજીસ્ટેશન તા :- ૦૫-૧૨-૨૦૨૪ થી શરૂ કરવામાં આવનાર છે, જેની છેલ્લી તા :- ૨૫-૧૨-૨૦૨૪ રહેશે. ખેલ મહાકુંભ 3.0  મા ભાગ લેવા માટે નિયત વયજૂથ તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.In  પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે.

અંડર-૯, અંડર -૧૧ , અંડર -૧૪ અને અંડર -૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજૂથમાં  રજિસ્ટ્રેશન કરવવાનું રહેશે તેવું જિલ્લા રમત વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW