મોરબી શહેર અને જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા હોવાના અને પાટીદાર યુવાનોને ટારગેટ કરી તેઓને વ્યાજના વિષ ચક્રમાં ફસાવી ધાક ધમકી આપી કોરા ચેક લખવી ધાક ધમકી ઓ આપતા હોવાથી ૨૦૦થી વધુ પાટીદારોએ સ્વ રક્ષણ માટે હથિયાર લાયસન્સ મેળવવા અરજી કરી હતી સાથે સાથે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કફોડી બની હોવાના આક્ષેપ કરતા મોરબી થી લઇ ગાંધીનગર સુધી તંત્ર હચમચી ઊઠયું હોય તેમ ગાંધી નગરથી આદેશ છૂટ્યા હોય તેમ હવે તંત્ર સક્રિય થવાનો ફરી એકવાર દેખાવ શરૂ કર્યો હોય તેમ આજે જિલ્લા પોલીસ કચેરી ખાતે રેન્જ આઇજી અશોક કુમાર યાદવ, એસપી રાહુલ ત્રિપાઠી અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજી દેથરીયા ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો અને જે પણ લોકો વ્યાજખોરોના ત્રાસથી પીડિત હોય તે લોકોને રજુઆત કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લોક દરબારમાં વ્યાજખોરોનો ત્રાસ, ભૂ માફિયાઓ અને છેતરપીડી સહીતીની કુલ-19 ફરીયાદો મળી હતી. જેમાં મોટા ભાગની ફરિયાદોમાં કોર્ટ મેટર ચાલુ હોવાનું સામે આવ્યું હતું. આ કોર્ટ મેટર સિવાયની બાકીની મેટર પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહીની ખાત્રી આપી હતી અને લોકોને ઓછી હેરાન ગતિ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે તેવો રેંજ આઈજીએ દાવો કર્યો હતો.
આ યોજાયેલ લોક દરબારમાં વ્યાજ ખોરોનો ત્રાસ, જમીન બાબતો અને તેમજ કોર્ટમાં ચાલતી મેટરની અરજીઓ મળી હતી. જેની યાદી તૈયાર કરી તમામને રૂબરૂ મળવા બોલાવ્યા હતા. મોટા ભાગની અરજીઓ 4 વર્ષ જૂની હોવાનું પણ સામે આવ્યું છે. જેટલી અરજી આવી છે તેમાં અરજદારોને ન્યાય મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત કોર્ટ મેટર દરમિયાન પણ કેટલાક ચેક બેંકમાં ગયા હોવાનું સામે આવ્યું છે પોલીસને આ બાબતે ધ્યાન દોર્યું છે અને કોર્ટમાં પોલીસ આ બબાતે ધ્યાન દોરે તેવી સુચના આપી છે જેથી ફરિયાદ થયા બાદ પણ કોઈ વ્યાજખોર ચેક બેંકમાં ન જમા કરાવેજેથી ચેક રીટન કેસ ન થાય તેની પોલીસ કાર્યવાહી કરવાં પણ સુચના આપી છે તેમ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ જણાવ્યું હતું
વ્યાજખોર બાબતે જેટલી ફરિયાદ હોય જેનો ઝડપી અને ન્યાયી ઉકેલ લાવવા આજે રેંજ આઈ જી એસપી તેમજ અમે ધારાસભ્ય સાથે બેઠક કરી હતી આગામી દિવસમાં અમે લોકોને ખાતરી આપીએ છીએ કે આ બાબતે કોઈ પણ ફરિયાદ હોય તો ડર રાખ્યા વિના પોલીસ મથકમાં ફરિયાદ કરવા જાઓ ત્યાં ઉકેલ ન મળે તો અમને જાણ કરો અમારા દ્વારા શક્ય તેટલો ઝડપી ન્યાય આપવા પ્રયાસ કરાશે તેમ દુર્લભજી દેથરિયા એ જણાવ્યું હતું.

