મોરબીના બગથળા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર સ્વાગત હોલ પાછળ જલારામ સોસાયટીમાં રહેતા વિનાયક મણીલાલ મેરજા નામના યુવાને આરોપી જયરાજ સવસેટા, રાહુલભાઇ જારીયા, મિલનભાઇ પકાભાઇ ફુલતરીયા, માધવ જીલરીયા, ક્રુણાલ અને રાધે ડાંગર વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,
ફરીયાદીને આરોપીઓએ અલગ-અલગ સમયે ઉંચા વ્યાજે નાણાં ધીરી ફરીયાદી પાસે વ્યાજના વધુ રૂપિયાની માગણી કરી હતી. આરોપીઓ એ ફરીયાદીને ફડાકા મારી તેમજ ફરીયાદી પાસેથી બળજબરી પૂર્વક ફરીયાદી તથા સાહેદના સહીવાળા પાંચ કોરા ચેકો તથા ફરીયાદીનો Iphone-15 પ્રો મોબાઇલ બળજબરીથી પડાવી લીધો હતો.આરોપીઓએ ફરીયાદી પાસેથી વ્યાજના રૂપિયા બળજબરી પડાલી લઈ વધુ રૂપિયાની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી હતી અને જો વ્યાજના વધુ રૂપિયા ન આપે તો ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે ફરીયાદ નોંધાવતા પોલીસે છ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

