માળિયાના વાધરવા ગામે રહેતા દિગ્વિજયસિંહ બળવતસિંહ જાડેજાએ અજાણ્યા ડમ્ફર ચાલક વિરુદ્ધ માળિયા પોલીસમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા.-25/11/2024ના રોજ તેના નાના ભાઈ નીતિરાજસિંહ બળવંતસિંહ જાડેજાએ GJ-03-FB-8735 નંબર બાઈક લઇ હળવદ-માળિયા હાઈવે પર જઈ રહ્યા હોય તે દરમિયાન હાઈવે પર રોડ ક્રોસ કરવા જતા હોય દરમિયાન GJ-36-T-7777 નંબરના ડમ્પર ચાલકે પુર ઝડપે આવીને પાછળથી નીતીરાજસિંહ જાડેજાને હડફેટે લેતા ગંભીર ઈજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

