મોરબીના વાવડી રોડ આવેલા ધર્મ નગર સોસાયટીમાં રહેતા પડોશીઓ વચ્ચે ચાલતા જુના ઝઘડા ને લઇ મનદુઃખ રાખી એકબીજા સાથે પ્રથમ બોલાચાલી થયા બાદ મારામારીની ઘટના બનતા બન્ને પક્ષના લોકોને નાની મોટી ઈજા પહોચતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સામ સામે ફરિયાદ નોધી હતી અને તમામ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના વાવડી રોડ પર આવેલી ધર્મનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ પ્રહલાદભાઈ વ્યાસ નામના વૃદ્ધ ગત તા. 25 ના રોજ બપોરના સમયે તેઓ પત્ની સાથે રાજકોટ દવા લેવા ગયા હતા. તે દરમિયાન તેમના ઘરે તેમના પુત્રવધુ કાજલબેન એકલા હોય અને તેમનો ફોન આવ્યો હતો કે તેમના પાડોશમાં રહેતા હેતલબેન પંકજભાઈ સુરાણી તેઓ સાથે ઝઘડો કરી ગાળો બોલતા હોય જેથી તેઓને સાંજના સમયે સમજાવવા જતા આરોપીઓ દ્વારા ફરી એકવાર ઝઘડો કરી ઢીકાપટુનો માર માર તેમજ પારસ ભાઈએ જગદીશભાઈને ધોકા થી હાથ પર હુમલો કરતા હાથના ભાગે બીજા પહોંચી હતી.
આ દરમિયાન જગદીશભાઈના દીકરા અમિતભાઈ અને રૂપેશભાઈ પણ તેઓને છોડાવવા આવ્યા હતા અને ઈજા ગ્રસ્ત હાલતમાં જગદીશભાઇ તેમજ કાજલબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જગદીશભાઈ વ્યાસે પાડોશી હેતલબેન પંકજભાઈ સુરાણી, પંકજભાઈ પ્રવીણભાઈ સુરાણી અને પારસ ભાઈ પ્રવીણભાઈ સુરાણી સામે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે પારસ ભાઈ સુરાણીએ પણ જગદીશભાઈ વ્યાસ, રૂપેશભાઈ જગદીશભાઈ વ્યાસ,અમિત ભાઈ, વ્યાસ કાજલબેન વ્યાસ તેમજ જગદીશભાઈના જમાઈ સામે જુના ઝઘડાનો ખાર રાખી આરોપીઓ દ્વારા પારસ ભાઈઅને તેમના પત્ની પર છરી વડે હુમલો કરી બીજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે બનાવાની પોલીસે સામ સામે ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

