હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને ખેત મજુરી કરતા એક પરિવારના એક પિતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી કે તેની પત્ની અને પુત્રની તબિયત બરાબર નહોવાથી તેઓ હોસ્પિટલ ગયા હતા જયારે વાડીમાંતેની ત્રણ પુત્રીઓ કામ કરતી હતી ત્યારે તેની 14 વર્ષની સગીર વયની મોટી દીકરીનું પાસેના એક ગામમાં રહેતો એક શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો સગીરાના પિતા વાડીએ પરત ફર્યા ત્યાર તપાસ કરતા તેની દીકરી ઘરે કે વાડીએ ન હોવાથી તપાસ કરી હતી જેથી તેનો પત્તો ન લાગ્યો ન હોય જે શખ્સે સગીરાનું અપહરણ કર્યું હતું તેના પરિવારને વાત કરતા તેઓએ દીકરી પરત આપી દેશે તેવું આશ્વાસન આપ્યું હતું પરંતુ દીકરીન મળતા અંતે તેઓ પોલીસ દ્વારા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

