મોરબીના નવલખી રોડ પાસે આવેલ યમુનાનગરમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જુગાર રમતી અંજનાબેન ધવલભાઇ ચુડાસમા, ગીતાબેન રમેશભાઇ ધરજીયા, હંસાબેન સુરેશભાઇ ઉઘરેજા, પુજાબેન અનીલભાઇ ચૌહાણ અને રંજનબેન અમરશીભાઇ દેગામા નામની કુલ પાંચ મહિલાને રૂ.-3600ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધી હતી. આ મહિલા વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

