ધાંગધ્રા-હળવદ હાઈવે રોડ ઉપર સુખપર ગામની નદીના પુલ નજીક આરોપીએ પોતાના હવાલાવાળી બસ રજીસ્ટર નંબર AR-01-T-2365 વાળી બેદરકારી પૂર્વક ચલાવી ફરીયાદીના GJ-36-AD-9183 નંબરના બાઈક સાથે પાછળના ભાગે ભટકાડતા ફરીયાદીને સામાન્ય મુંઢ ઇજા થઇ હતી. જ્યારે સાહેદ અનિલ નામના યુવકને ગંભીર ઇજા પહોંચી હતી તથા નિલેશભાઈ દામજીભાઈ રાઠોડ નામના સગીરને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તેમજ અકસ્માત સર્જી બસ ચાલક બસ મુકી નાસી ગયો હતો. આ મામલે ફરીયાદી રવિરાજસિંહએ આરોપી બસ ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.

