HomeGujaratગુજરાતમાં રોકડીયા પાકથી ખેડૂતોને આર્થીક ફટકો હવે અફીણની ખેતી માટે મંજુરી આપવા...

ગુજરાતમાં રોકડીયા પાકથી ખેડૂતોને આર્થીક ફટકો હવે અફીણની ખેતી માટે મંજુરી આપવા CMને રજૂઆત !

મોરબી કોંગ્રેસના આગેવાન અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવા દ્વારા સીએમને પત્ર લખી વિચિત્ર પ્રકારની માંગણી કરતો પત્ર ફરતો થયો છે જેમાં તેઓએ રાજ્યમાં ખેડૂતો ખેતીમાં પરેશાન થઈ ગયા હોય અને રોકડીયા પાકમાં ખેડૂતો બેહાલ થઇ જતા આર્થીક સ્થિતિ કફોડી બની હોવાનું જણાવી ખેડૂતોને અફીણની ખેતી માટે મંજુરી આપવા દેવામાં આવે માંગણી કરી હતી સીએમને લખેલા પત્રમાં તેઓએ દાવો કર્યો હતો મધ્ય પ્રદેશ સરકાર દ્વારા અમુક વિસ્તારમાં સરકારની પૂર્વ મંજુરી લઇ અફીણ ની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત માં પણ વાતાવરણ મધ્યપ્રદેશ ના જેવું જ છે. જમીન પણ તે પ્રકાર ની જ છે. જેથી ગુજરાત માં અફીણ ની ખેતી સંભવ હોવાનું જણાવ્યું હતું કે કે ડી બાવરવાએ જણાવ્યું હતું કે જેમ એમપી સરકાર તેના કેટલાક વિસ્તારમાં અફીણ માટે નિયમ બનાવ્યા છે સરકાર પોતે લાયસન્સ આપી રહ્યા છે સંપૂર્ણ દેખરેખ કરે છે તેમજ તે જથ્થો ખરીદે છે જો એમપીની સરકાર આ રીતે મંજુરી આપતી હોય તો ગુજરાત સરકારે પણ સરખી આબોહવા પરિસ્થિતિ હોય તેવા વિસ્તારમાં મંજુરી આપી તેની ખરીદી કરવી જોઈએ જેથી સરકાર એમપી સરકાર જે પ્રકિયા મુજબ મંજુરી આપે તે રીતે ગુજરાત સરકાર પણ આપવી જોઈએ તેવી માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW