મોરબી રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા લજાઈ ગામ નજીક મધુવન ગ્રીન સોસાયટી પાસેથી કુલદીપ કિર્તીભાઇ છગાણી અને વિકાસ નામના યુવાન તેની જીજે ૩૬એલ ૫૫૦૧ નંબરની કાર લઈને જતી હતી તે દરમિયાન પુર ઝડપે આવેલી જીજે૧૦ ડી આર ૧૭૪૫ નંબરની સફેદ રંગની કિયા કંપનીની કારે પાછળથી ટકકર મારતાં કારમાં સવાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન વિકાસનું મોત થયું હતું બનાવ અંગે ટંકારા પોલીસે કીર્તિભાઈ ની ફરિયાદ આધારે કાર ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી

