HomeGujaratરાજયમાં ફરી જીએસટીના દરોડા કોપરના ધંધા સાથે સંકળાયેલ 14 પેઢીમાં તપાસ

રાજયમાં ફરી જીએસટીના દરોડા કોપરના ધંધા સાથે સંકળાયેલ 14 પેઢીમાં તપાસ

ગુજરાતના રાજકોટ, સુરત, ભરૂચ, વાપી,જૂનાગઢ ને ભાવનગર જિલ્લામાં કોપર વ્યવસાય સાથે જોડાયેલ પેઢીઓમાં વસ્તુ અને સેવા કરની ચોરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે જીએસટી વિભાગ દ્વારા એક સાથે 14પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કોપર ના વ્યવસાય સાથે સંકળાયેલવેપારીઓ દ્વારા ખોટી ખરીદી બતાવી ખોટી રીતે ક્રેડીટ મેળવી હતી. આ અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરતા ફોરચ્યુંન કોપર ઇન્ડસ્ટ્રીના ભાગીદાર સંદીપ અનવર વિરાણી ની સંડોવણી ખુલી હતી. જ્યાંથી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી સ્ટેટ જીએસટી ની પ્રાથમિક તપાસમાં પેઢી દ્વારા રું19.46 કરોડની ટેકસ ક્રેડીટ મેળવી ચોરી કરી હોવાનું સામે આવ્યુ હતું. જીએસટી વિભાગ દ્વારા કેસમાં વધુ તપાસ માટે આરોપી ને સુરત કોર્ટમાં રજુ કર્યો હતો અને 16તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. તપાસ દરમીયાન 4 પેઢી બોગસ હોવાનું અને 48 કરોડની કર ચોરી સામે આવી હતી. આ કારસ્તાન નો ભાંડો ફૂટતા જીએસટી વિભાગે 1 .90 કરોડની વેરા શાખ બ્લોક કરી હતી જ્યારે 22.98 કરોડની રકમનું એટેચ મેન્ટ કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW