મોરબીના પંચાસર રોડ વિસ્તાતારમાં આવેલ મયુર ડેરીના આસપાસ વિસ્તારમાં કોઈ પણ પ્રકાર ની મંજુરી વિના ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ મળતા મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરી મયુર ડેરી ની સામેના ભાગે, પંચાસર રોડ, તા.મોરબી પાસે માટી નું ગેર કાયદેસર ખનન પકડી પાડવા મા આવી હતી ખનીજ વિભાગની તપાસ દરમિયાનઆ સ્થળ પરથી સાદી માટી ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતી હોવાથી તેઓ દ્વારા સ્થળ પરથી એક હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીન મોડેલ R-210-7 સીરીયલ નંબર N601D04374 જેના માલીક તથા ખોદકામ કરાવનાર ધવલભાઈ વલ્લભભાઈ કાનાણી રે. પંચાસર, તા. મોરબી દ્વારા કરાવતા હોવાનું માલુમ પડ્યું હતું જે બાદ વધુમાં આ સ્થળે સાદી માટી ખનીજ ભરવા હેતુથી આવેલ ત્રણ ડમ્પર અનુક્રમે (1) GJ-36-V-1816 (2) GJ-36-V-1319 ane (3) GJ-36-X-7216 ને સ્થળેથી પકડી સીઝ કરી આ તમામ બાબતો મુદ્દામાલ તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકાવી આગળની નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

