પાલિકા દ્વારા ઇ ટેન્ડરીંગ પ્રકિયા હાથ ધરી કેટલાક કામમાં ટેન્ડર માટે બીજો -ત્રીજો પ્રયત્ન કરાયો,
મોરબી જિલ્લાની ચાર નગરપાલિકાઓ પૈકીની પછાત અને ડી વર્ગની પાલિકા એવી માળીયા મીયાણા પાલિકાના વિકાસ કામ ખૂબ મંથર ગતિએ થતાં હોવાની ફરિયાદ ઉઠતી રહે છે. માળિયા મિયાણા પાલિકાની હદમાં સફાઈ, રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ સહિતની કામગીરી થતી ન હોવાની અને તંત્ર ઓરમાયું વર્તન કરતા હોવાની ભૂતકાળમાં ફરિયાદો ઉઠી હતી જોકે તંત્ર દ્વારા શહેરના વિકાસ કામ માટે સજાગ હોવાનું સાબિત કરવા શહેરમાં અલગ અલગ વિકાસ કામ માટે મ્યુનિસિપાલિટીમાં રિઝનલ કમિશનરને દરખાસ્ત મોકલી હતી. જેની મંજૂરી મળી જતા પાલિકા દ્વારા શહેરના અલગ અલગ રોડના રિસરફેસ કામ, અલગ અલગ સ્થળોએ ટોયલેટ બ્લોક બનાવવા, પાલિકા વિસ્તારમાં અલગ અલગ સ્થળે GVP પોઇન્ટ બનાવવા, તાલુકા પંચાયત કચેરીની મચ્છી પીઠ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવા, બસ સ્ટેશન રોડ થી નગરપાલિકા કચેરી સુધી રોડ, રેલવે સ્ટેશન થી મેઈન રોડ ની સફાઈ નેશનલ હાઇવે થી બેઠા પુલ સુધીના ડામર રોડના રિસરફેસ કામ,સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભીના સૂકા કચરા નિકાલ માટે સોલીડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટના જુદા જુદા કોમ્પોનનટ બનાવવા અને તેના માટેની મશનરી સપ્લાઇ કરવા અને ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે પાલિકા દ્વારા ઇ ટેન્નડર પ્રકિયા હાથ ધરી છે. પાલિકા દ્વારા વિવિધ એજન્સી પાસે ભાવ માગવામાં આવ્યા છે અને 22 નવેમ્બર સુધીમાં ઓનલાઇન ફોર્મ ડાઉન લોડ કરવા અને ભરાયેલ વિગત જમાં કરાવવાના રહેશે તો 27 નવેમ્બર સુધીમાં ફીઝીક્લ ડોક્યુમેન્ટ જમા કરવા સૂચના આપી છે. પાલિકા28 નવેમ્બરમાં ઓન લાઇન ટેન્ડર ખોલશે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાયનલ થયેલી એજન્સીએ કામગીરી સોંપશે. એજન્સીએ કામગીરી સોંપાયા બાદ માળિયા પાલીકામાં વિકાસ કામગીરી ઝડપી હાથ ધરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. માળિયા પાલિકા દ્વારા આં કામગીરી હાથ ધરશે.
રું ૨૪.૯૫ લાખના. ખર્ચે નેશનલ હાઇવે થી બેઠા પુલ સુધી ડામર રોડના રીસરફેસ કામ, પાલિકાની હદમાં અલગ અલગ ૫ સ્થળે રું ૩૬.૦૫લાખના ખર્ચે ટોયલેટ બ્લોક,6.08 લાખની કિંમતનો GVP પોઇન્ટ, રું.37.97લાખના ખર્ચે તાલુકા પંચાયત કચેરીની મચ્છી પીઠ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવાબસ સ્ટેશન રોડ થી નગરપાલિકા કચેરી સુધી રોડ, રેલવે સ્ટેશન થી મેઈન રોડ ની સફાઈ નેશનલ હાઇવે થી બેઠા પુલ સુધીના ડામર રોડના રિસરફેસ કામ અને રું.77.29લાખના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભીના સૂકા કચરા નિકાલ માટે સોલીડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ના જુદા જુદા કોમ્પોનનટ બનાવવા અને તેના માટેની મશનરી સપ્લાઇ કરવા અને ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરાશે.

