મોરબીના વાવડી રોડ પર આવેલી કાર્ય નગર સોસાયટી પાસે આવેલા ઉમિયા નગર માં એક મકાનની પાસે જાહેરમાં લોકોને બહારથી બોલાવી જુગાર રમાડાતો હોવાની પોલીસને બાતમી મળી હતી આ બાતમીના આધારે એલસીબી ની ટીમે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા ત્રિલોકસિંગ દિનેશસિંહ સેંગર, મુકેશ શ્રી રામ નરેશ સહાની, સંતોષ મહતો કિશન મહતો કુશવાહ, રાહુલ સિંઘ પ્રાગસિંગ સેંગર, રાકેશ શિવ ચરણ કુશવાહ, અનિલ કુમાર કલ્યાણસિંહ વિશ્વકર્મા, રવિન્દ્ર સિંહ સુંદર સિંહ સિંગર મનીષ ઉર્ફ રમેશ રમેશ ચૌહાણ, ભરતસિંહ શિવ મોહન સિંહ સેંગર, ગોવિંદા લાખન કુશવાહ શ્યામસિંગ સુંદર સિંગ સેંગર, રાજેશ રામ ગોપાલ ધાનુકને ઝડપી લીધા હતા અને સ્થળ પર થી પોલીસે 53,100 રોકડ અને જુગાર રમવાનું સાહિત્ય જપ્ત કરી એ ડિવિઝન પોલીસ મથક હવાલે કર્યા હતા.તમામ આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે ગૂન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

