HomeGujaratનવસારી જિલ્લાના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ,મેનેજર સહિત ત્રણનાં મોત

નવસારી જિલ્લાના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ,મેનેજર સહિત ત્રણનાં મોત

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામની નજીક આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગની ઘટના સામે આવી હતી, જેમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનના મેનેજર સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે ચાર લોકો ઘાયલ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગણદેવી તાલુકાના દેવસર ગામની નજીક આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વહેલી સવારે ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થયો હતો અને આગ લાગી હતી. ગોડાઉનમાં મોટેભાગે કેમિકલ હોવાથી હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું, જે આગ બાજુમાં આવેલી પ્લાસ્ટિક અને ફર્નિચરની દુકાનમાં પણ પ્રસરી ગઇ હતી

ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગ્યાનો કોલ મળતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગણદેવી પાલિકાની ટીમ સાથે નવસારી-વિજલપુર, બીલીમોરા અને નવસારીમાંથી ફાયર ફાઈટરોની ટીમ દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે કેમિકલ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. આગની આ ઘટનામાં ગોડાઉનના મેનેજર સહિત ત્રણ લોકો બળીને ભડથું થઇ ગયા હતા, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. જેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાં એકની હાલત ગંભીર છે.

નવસારી જિલ્લાના ઇન્ચાર્જ પોલીસવડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે ટ્રકમાં થિનર કેમિકલનાં બેરલ લઇ જતી વખતે એક બેરલમાં લીકેઝ થતાં આગનો બનાવ બન્યો હતો. આ આગની ઝપેટમાં બાજુની અન્ય બે દુકાન પણ આવી હતી. આ બનાવમાં ત્રણનાં મોત થયાં છે અને ચાર ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. FSLની ટીમને બોલાવવામાં આવી છે. આમાં ફાયર સેફ્ટીથી લઇને જે કોઇની બેદરકારી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW