હળવદ તાલુકાના રણજીત ગઢમાં રહેતા અને ખેત મજૂરી કરતા સતીષ મગનભાઈ તડવી માળિયા હળવદ હાઈવે પર આવેલા રણજીત ગઢના પાટિયા પાસેથી ચાલીને જતાં હતાં તે દરમિયાન ઓવર સ્પીડ માં પસાર થતી જીજે 13 સીડી 7153 નંબરની કારના ચાલકે સતિષને હડફેટે લેતાં કારને ઈજા પહોંચતા 108માં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સરવાર કારગત ન નિવડતા સતિશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી
હળવદના રણજીત ગઢ પાસે કારે પગપાળા જતાં યુવાનને હડફેટે લેતા મોત
RELATED ARTICLES

