HomeGujaratટંકારાની કમ્ફર્ટ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ જુગાર બાદ પીઆઈને લીવ રિઝર્વ માં મુકાયા,એક...

ટંકારાની કમ્ફર્ટ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ જુગાર બાદ પીઆઈને લીવ રિઝર્વ માં મુકાયા,એક પોલીસ કર્મીની જિલ્લા બહાર બદલી

તાજેતરમાં ટંકારા -રાજકોટ હાઇવે પર આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં ટંકારા પોલીસે દરોડો પાડયો હતો અને હોટેલના રૂમમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગાર ને પકડી પાડયો હતો આં ઘટનાં ના 9 આરોપીઓના દબોચી લીધા હતા. અને 63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આં દરોડા બાદ ટંકારા પોલીસ પર ગેર રિતી થવા અંગેની ફરિયાદ ઉઠતા રાજકોટ રેન્જ આઇજી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે સમગ્ર ઘટનાની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપવામાં આવી છે આં ઉપરાંત તપાસને ધ્યાને લઇ એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પી આઇ વાય કે ગોહિલ પાસેથી ટંકારા પોલીસનો ચાર્જ પરત લઈ લીવ રિઝર્વમાં મુકાયા છે અને તેના સ્થાને એસ કે ચારેલ ને ટંકારા પોલીસ મથકમાં ફરજ સોપાયો છે આં ઉપરાંત ટંકારા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી મહિપતસિંહ સોલંકી ની જિલ્લા ફેર બદલી કરવામાં આવી છે અને તેને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મૂકવામાં આવે છે હાલ આ બદલીને લઈ જિલ્લા પોલીસ બેળામાં ચકચાર મચી જવા પામી છે બીજી તરફ પણ સમગ્ર ઘટનાએ ટોક ઓફ ધી ટાઉન બની છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW